Monday, 30 April 2012

એક પલકારે


એક પલકારે તોળ્યા ત્રિકાળ !
અંજલિમાં સાત સાત સિંચ્યા સમંદર ‘ને ફૂંક મારી ફેડ્યા પાતાળ

આલિંગન આગ મશે લીધાં  રે ગાઢ
પાંખ વીંઝ્યાનો લાગે  ના થાક
ક્યાંય નથી પહોંચતા એ રસ્તા ‘ને કેડીઓના 
સીધા થઈ ચાલ્યા વળાંક
જોયાં-જાણ્યાંનાં  સુખદુઃખ એક પલ્લામાં, બીજામાં સોનેરી વાળ
એક પલકારે તોળ્યા ત્રિકાળ !

ખાલી ભર્યાના ભેદ પારખી શકાય  એવા
કોની  દુકાને  મળે   કાચ ?
સાચ જેને સાચવતાં આવડે એ આંગળીને
સરખું, હો સમથળ કે ખાંચ
જળને વેલે બાઝ્યાં તુમ્બા તોડી ને કોણ ઓઢે અચંબાના આળ ?
   એક પલકારે તોળ્યા ત્રિકાળ !

No comments:

Post a Comment