Monday, 30 April 2012

અમરવું નથી

કહ્યું એથી  અદકું ઉચરવું  નથી  કૈ
મળે ચૂપ રહેવા તો ગરવું  નથી  કૈ

મને  ખાનગીમાં  સુગંધે  કહ્યું, કે –
બીજે  કોઈ  ઠેકાણે  ઠરવું  નથી  કૈ

અકાવ્યોની  સસ્તી રજૂઆતને પણ
પડે  આપવી  દાદ વરવું  નથી  કૈ

છું માટીનું વાસણ, સહજ કામ આવું
પ્રદર્શનમાં  શોભી  અમરવું નથી કૈ

છે ડાબા ‘ને જમણાની ઘટમાળ હોવું
કહી એને સુખદુઃખ પ્રહરવું  નથી  કૈ

એ સોનેરી  સાંજો, એ રૂપેરી  રાતો !
ગળે બાઝી છે કિન્તુ, સ્મરવું નથી કૈ

અડે  જેને રંગો  એ લાગે છે ઊડવાં 
હવે ઘરની  ભીંતે ચીતરવું  નથી  કૈ

No comments:

Post a Comment