વહેતી હવાના કેન્દ્રમાં ગજવેલ રોપી આવતો
પાણીથી પલળેલો પવન પહેલા હતો બહુ કરકરો
વયગ્રસ્ત પુંસકતા અને અજરામરી અથડામણો
વચ્ચે રહીને કોણ આ ઊછાળતું સંવેદનો ?
હરેક સાંજે ઉડતાં સારસનાં ટોળાં જોઈને
લીરા ગુલાબી રંગના પરસાળમાં લહેરાવતો
માટીપગા આકાર ‘ને ચહેરા જુઓ તો રાખના
વિશેષ એથી કોઈપણ ના હો પરિચય આપણો !
રે ! જ્ઞાનતંતુમાં સબકો થાય ‘ને ‘આ દિગ્વિજય
પણ કઈ નથી’-નો છેક ઊંડાણેથી ઉઠે ઉભરો
No comments:
Post a Comment