કોઈ કારણ વગર, કોઈ ચર્ચા વગર
ચાલ પડીએ જુદા કૈ જ સ્મર્યા વગર
પાર કરીએ વીતક હામ હાર્યા વગર
દઈ ધુબાકો કશું પણ વિચાર્યા વગર
ઊગી ‘ને આથમે, આથમી ‘ને ઊગે
કામ ચાલ્યા કરે કોઈ કર્તા વગર
સંત, સૂફીની ચોક્કસ હશે હાજરી
મહેક લોબાનની આવી દર્ગા વગર
એ જો આવી મળે, પાત્ર છલકી ઊઠે
છે અધૂરું હજી માત્ર અર્ધા વગર
કઈ અચંબા ભરી ચીજ ભાળી હશે ?
આંખ મીચાઇ ગઈ, ઊંઘ-મૂર્છા વગર
kya baat hai sanjubhai
ReplyDelete