ધલવલાટ ધરશું
‘ને વારી.. વારી.. જઈશું !
જાતથી
ઝઘડશું ‘‘ને વારી.. વારી.. જઈશું !
ભેળાં ભેળાં રમશું ‘ને વારી.. વારી.. જઈશું !
નથણી જેમ જડશું ‘ને વારી.. વારી.. જઈશું !
ઓળઘોળ
કરશું ‘ને વારી.. વારી.. જઈશું !
આંખથી
ઊભરશું ‘ને વારી.. વારી.. જઈશું !
વેણે-વેણે
ઠરવાં, સુગંધ જેવું
તરવાં !
ઝીણું-ઝીણું
જરશું ‘ને વારી.. વારી.. જઈશું !
તંત-તંત
જેનાથી છે સભર,
સમર્પિત-
વારી-વારી વરશું ‘ને વારી.. વારી.. જઈશું !
વારી-વારી વરશું ‘ને વારી.. વારી.. જઈશું !
સ્પર્શ ઉપસી આવ્યા પટોળાભાત થઈ ત્યાં
રંગ થઈ
ઊઘડશું ‘ને વારી.. વારી.. જઈશું !
મોરપિચ્છ
વીંઝીને વેર વાળવાના
મનસૂબાઓ ઘડશું ‘ને વારી.. વારી.. જઈશું !
શ્રી ! તમારી
સાથે સ્વનામ સાંકળી
લઈ
હક કરી હરખશું ‘ને વારી.. વારી.. જઈશું !
પળ–પ્રહરના અવસર ઘડી-ઘડીના ઓચ્છવ
નિત નવા ઉજવશું ‘ને વારી.. વારી.. જઈશું !
vah.. enjoyed a lot..and last line..just superb..
ReplyDeleteओह.....
ReplyDeleteશુ કહુ !!!!!
સુગંધ જેવું તરવાં !,
સ્પર્શ ઉપસી આવ્યા પટોળાભાત થઈ ત્યાં,....
મોરપિચ્છ વીંઝીને વેર વાળવાના,....
હક કરી હરખશું ..
આહા હા.કેવી નવિનતા.....સુંદર