Saturday, 29 December 2012

વારી.. વારી.. જઈશું !



ધલવલાટ ધરશું  ‘ને વારી.. વારી.. જઈશું !
જાતથી  ઝઘડશું  ‘‘ને વારી.. વારી.. જઈશું !

ભેળાં ભેળાં રમશું  ‘ને વારી.. વારી.. જઈશું !
નથણી જેમ જશું ‘ને વારી.. વારી.. જઈશું !

ઓળઘોળ   કરશું  ‘ને વારી.. વારી.. જઈશું !
આંખથી  ઊભરશું ‘ને વારી.. વારી.. જઈશું !

વેણે-વેણે   ઠરવાં,   સુગંધ   જેવું   તરવાં !
ઝીણું-ઝીણું  જરશું  ‘ને વારી.. વારી.. જઈશું !

તંત-તંત   જેનાથી   છે  સભર,  સમર્પિત-
વારી-વારી  વરશું  ‘
ને વારી.. વારી.. જઈશું !

સ્પર્શ  ઉપસી  આવ્યા પટોળાભાત થઈ ત્યાં
રંગ  થઈ ઊઘડશું  ‘ને વારી.. વારી.. જઈશું !

મોરપિચ્છ     વીંઝીને     વેર    વાળવાના
મનસૂબાઓ ઘડશું  ‘ને વારી.. વારી.. જઈશું !

શ્રી ! તમારી  સાથે  સ્વનામ  સાંકળી   લઈ
હક  કરી  હરખશું   ‘ને વારી.. વારી.. જઈશું !

પળ–પ્રહરના અવસર ઘડી-ઘડીના ઓચ્છવ
નિત નવા ઉજવશું  ‘ને વારી.. વારી.. જઈશું !

(સ્મરણ : પ્રેમલક્ષણાના આરાધકો નરસિંહથી મોરાર સુધી.)

2 comments:

  1. vah.. enjoyed a lot..and last line..just superb..

    ReplyDelete
  2. ओह.....
    શુ કહુ !!!!!
    સુગંધ જેવું તરવાં !,
    સ્પર્શ ઉપસી આવ્યા પટોળાભાત થઈ ત્યાં,....
    મોરપિચ્છ વીંઝીને વેર વાળવાના,....
    હક કરી હરખશું ..
    આહા હા.કેવી નવિનતા.....સુંદર

    ReplyDelete