ડાળખી તો હબકીને ગઈ હલી
ફૂલ કેમ સાંજ સુધી રાતાં હતાં તે થયાં અચાનક જાંબલી !

પોતાની આવડત મુજબના તોડ સહુ અળવિતરા કાઢે કાંઈ એવા
ખમતીધર ૠત સ્હેજ ભાળીને ભોળવાઇ જાવાના વારસાઇ હેવા
કોઈ વાત એવી પણ હોઈ શકે રંગ જેનો હોય જરા શ્યામલી
ફૂલ કેમ સાંજ સુધી રાતાં હતાં તે થયાં અચાનક જાંબલી !
ખમતીધર ૠત સ્હેજ ભાળીને ભોળવાઇ જાવાના વારસાઇ હેવા
કોઈ વાત એવી પણ હોઈ શકે રંગ જેનો હોય જરા શ્યામલી
ફૂલ કેમ સાંજ સુધી રાતાં હતાં તે થયાં અચાનક જાંબલી !
ઊગમણી બાજુની અડાબીડ અમીરાઈ ઠેકીને આવી ગઈ કાંઠે
પાણી ભાળીને આભ આંબવાની જીદ કરી નમણા એક શેરડીનો સાંઠે
એના અચંબામાં ગળાડૂબ જોગીદાસ, હું ને મારી નાવલી
ફૂલ કેમ સાંજ સુધી રાતાં હતાં તે થયાં અચાનક જાંબલી !
પાણી ભાળીને આભ આંબવાની જીદ કરી નમણા એક શેરડીનો સાંઠે
એના અચંબામાં ગળાડૂબ જોગીદાસ, હું ને મારી નાવલી
ફૂલ કેમ સાંજ સુધી રાતાં હતાં તે થયાં અચાનક જાંબલી !
No comments:
Post a Comment