બસ એક ટકટકનો આવે કંટાળો
ઘર હો તો ઘડિયાળો હોવાની, કિન્તુ કાં શાંત રહી વહેતા સમયમાં ના દઈ શકે ફાળો ?
ટકટકના ઉપડતાં શૂળ કાંઈ એવાં કે વિંઝાતાં વાવાઝોડાં ય સાવ હળવેરી ફૂંકનખશિખ ઘડિયાળપણાં નાબૂદ કરવાની ઠામ
મરજી થઈ જાય કોઈ લાવી આપે જો બંદૂક
એવી સજગતાને શું કરવી ?
જેને ના હોય કોઇ સારા- નરસાનો વરતારો કે ટાળો
દૂધથી દાઝેલ છાશ ફૂંકીને પીવે તોઆપણે પણ શંકાથી જોવાના મ્હેક અને ફૂલચકલીની ચીં જેવી મામૂલી ઘટનામાંકેમ કામ બંધ કરી બેઠું આ વાતાનુકૂલ
ચાલ એક આખરી ઉપાય એમ કરીએ કે, વાત અને વિગતમાં છૂટમૂટ રાખવાનો ગાળો
બસ એક ટકટકનો આવે કંટાળો
No comments:
Post a Comment