સડેડાટ પણ છાનું-માનું : ખમ્મા ખમ્મા
ઘઉં ભેળા કંકર દળવાનું : ખમ્મા ખમ્મા
ઘઉં ભેળા કંકર દળવાનું : ખમ્મા ખમ્મા
વહી ગયા તે સહુ દસકાનું : ખમ્મા ખમ્મા
ભોળા ભાઇઓનું ભયખાનું : ખમ્મા ખમ્મા
ભોળા ભાઇઓનું ભયખાનું : ખમ્મા ખમ્મા
જેને છબછબિયાં કરવાની ટેવ પડી છે
એનું ઊંડાં જળનું બ્હાનું : ખમ્મા ખમ્મા
એનું ઊંડાં જળનું બ્હાનું : ખમ્મા ખમ્મા
સામા ઘરના શયનકક્ષમાં નજર પડે ને
ચોળાયેલું જોઉં બિછાનું : ખમ્મા ખમ્મા
ચોળાયેલું જોઉં બિછાનું : ખમ્મા ખમ્મા
લાદેલા અર્થોના ઉત્પાદન કરે જે
ના થઇએ કોઇ કારખાનું : ખમ્મા ખમ્મા
ના થઇએ કોઇ કારખાનું : ખમ્મા ખમ્મા
જર્જર થાવું, ફાટી પડવું લખ્યું હોય જ્યાં
છું એવા પુસ્તકનું પાનું : ખમ્મા ખમ્મા
છું એવા પુસ્તકનું પાનું : ખમ્મા ખમ્મા
કહો પ્રલય 'ને ધરતીકંપને રહે પ્રમાણિક
છે મારું ઘર છેવાડાનું : ખમ્મા ખમ્મા
છે મારું ઘર છેવાડાનું : ખમ્મા ખમ્મા
No comments:
Post a Comment