વિગતથી સ્હેજ વધુ પણ વિચારવું પડશે હવે
હશે એ પાત્ર કે વાસણ વિચારવું પડશે હવે
હશે એ પાત્ર કે વાસણ વિચારવું પડશે હવે
કહો એ કોણ મયારણ વિચારવું પડશે હવે
કરે જે આવું ઉચ્ચારણ વિચારવું પડશે હવે
કરે જે આવું ઉચ્ચારણ વિચારવું પડશે હવે
બહુ જ સ્પષ્ટ છે કારણ વિચારવું પડશે હવે
આ શંકાનું ય નિવારણ વિચારવું પડશે હવે
આ શંકાનું ય નિવારણ વિચારવું પડશે હવે
પદાર્થ પણ જ્યાં પરિસ્થિતિ જાય છે પામી
એ ઇલમી વાણીનું કામણ વિચારવું પડશે હવે
એ ઇલમી વાણીનું કામણ વિચારવું પડશે હવે
જે જાગશે તે ખરીદાર આવશે ચોક્કસ
ઉતરશે ઘેનનું ઘારણ વિચારવું પડશે હવે
ઉતરશે ઘેનનું ઘારણ વિચારવું પડશે હવે
જો, અઘરી ગૂંચ પડી નામમાં 'ને નવનીતમાં
મળી આ કેવી મથામણ વિચારવું પડશે હવે
મળી આ કેવી મથામણ વિચારવું પડશે હવે
મુરારિને ય અમે મૂલવી તો લીધા, પણ
કરીશું શેનું શિરામણ વિચારવું પડશે હવે
કરીશું શેનું શિરામણ વિચારવું પડશે હવે
(સંદર્ભ : ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી રે...... નરસિંહ મહેતા )
No comments:
Post a Comment