કરીને ચોખવટ હદ - છાવણી નક્કી કરે
એ પંખી છે પહેલાં ડાળખી નક્કી કરે
એ પંખી છે પહેલાં ડાળખી નક્કી કરે
કદી મરજીવા ઊંડાણો નહીં નક્કી કરે
પ્રથમ એ ભૂસકો મારે પછી નક્કી કરે
પ્રથમ એ ભૂસકો મારે પછી નક્કી કરે
બધા રંગોની ઓળખ હોય હાડોહાડ એ
અહીં આવે, 'ને કાળી કામળી નક્કી કરે
અહીં આવે, 'ને કાળી કામળી નક્કી કરે
પ્રથમ વરસાદનો વિવાદ છેવટ ઉકલ્યો
પલળવું કે નહીં એ બાળકી નક્કી કરે
પલળવું કે નહીં એ બાળકી નક્કી કરે
વસે છે નિત્ય દોડ્યા કરતું પ્રાણી ભીતરે
જરા થંભું ત્યાં બીજી આખળી નક્કી કરે
જરા થંભું ત્યાં બીજી આખળી નક્કી કરે
અચાનક મોભ ખાંગો થાય, તો શું થાય તે
વીતી હો તે અને એક્ મા'જણી નક્કી કરે
વીતી હો તે અને એક્ મા'જણી નક્કી કરે
તગઝ્ઝુલ 'ને તસ્વ્વુફ આખરે સંમત થયા
ગઝલિયત કાવ્યરૂપી હાથણી નક્કી કરે
ગઝલિયત કાવ્યરૂપી હાથણી નક્કી કરે
No comments:
Post a Comment