Thursday, 2 August 2012

જોયા

કંકુ ઘોળ્યા, શુકન  લખી જોયા
સાથિયે સાથિયે   સખી   જોયા

ભૂર્જપત્રોને ય   ઓળખી  જોયાં
પગ ઊધઈના ય પારખી જોયા

મૂળ  થડ ડાળ  ડાળખી  જોયાં  
ઝૂલી જોયા ‘ને લખલખી જોયા

જે તને થઈ મળ્યા નર્યું ઝાકળ
એ દિવસ મેં ય ધખધખી જોયા

એ જ ઊંચાઈ  એ જ આદિમતા
તળથી લઈ  છેક તીરખી જોયા

સાવ સરખાં ભજન-ગઝલ ભાળ્યાં
તો,  નિકટ જઈને  નીરખી  જોયાં 

એક  ફક્કડ ; ફકીર  છે  બીજો
હાથનાં  પોત   પારખી  જોયાં 

No comments:

Post a Comment