Thursday, 2 August 2012

હાજરી રમતી

ક્ષણ સુખદ કોઈ દોડતી  રમતી
સ્વપ્નમાં જાણે જળપરી  રમતી

મોગરાની  કૂણી  કળી   રમતી
પોપચે  તારી  હાજરી   રમતી

આરતીની  શગે  ચડી   રમતી
પ્રાર્થના પહેલાં ખાતરી  રમતી

મોહિની  લાગી  મેરુ લય-તાલે
સાતમે  સૂર   ઝાલરી   રમતી

સ્થાન  રસનું  નવું જ  ઉભરશે 
વાતમાં   મૂક  ટાપસી   રમતી

કોઈ  સરનામું  હાથ  નહિ  લાધે
છો    છડેચોક   બાતમી   રમતી

મન તો ખુલ્લી  બઝાર થઈ બેઠું
કૈક  ચીજો ય  અવનવી  રમતી

No comments:

Post a Comment