પાત્ર જાણીને પરહરી લીધું
કોઈ ઠામે
ય ક્યાં ઠરી લીધું
?
બસ અમસ્તું
ઝીણું ઝરી લીધું
ઉદભવ્યું એવું ઓચરી લીધું
લઈ વચન આખું વન વરી લીધું
આલિંગન દઈ
અંકે કરી લીધું
સૌ નિયત-નિયતિથી રહી અળગાં
ચાલ્યા ચીલે
‘ને ચાતરી લીધું
ફાટી આંખે
ય ભાળ્યું અંધારું
મીંચીને
આંખ ક્યાં તરી લીધું ?
આખ્ખુંયે વિશ્વ છે નર્યું ઘુમ્મસ
એવું સમજ્યા
‘ને ચરચરી લીધું
ભાવવાચક હું-તુંની રમણામાં
ઊગી લીધું ‘ને આછરી લીધું
No comments:
Post a Comment