Thursday, 2 August 2012

અણી રાખે

માત્ર  તારાથી  લાગણી  રાખે
શું   કળશભેર  હાથણી   રાખે ?

ચોતરફ  જે  ભીંતો ચણી રાખે
એ જ દૃષ્ટિ ભીંતર ભણી રાખે

ધીમા તાપે ઘી તાવણી રાખે
   સુગંધોની  છાવણી રાખે 

ભેંટવા  ચાહ્યું  મેં  સતત  જેને
એ તો સામે તીણી અણી રાખે

છે અલગ આપણા બધાથી, જે-
વાત-વિગતે ય  ભાંજણી  રાખે

એક સરખી છે સ્થિતિ બંનેની
કોણ, કોનાથી   માગણી રાખે ?

સાધુતા છે સ્વભાવમાં કિન્તુ
વાણી-વેપાર    ફાગણી  રાખે

No comments:

Post a Comment