પળનો
સંદર્ભ લઈ જન્મેલી વારતા !
સખીરી, હું પળનો
સંદર્ભ લઈ જન્મેલી વારતા !
શોકેઈસની
ચકલીમાં પરગટતી પાંખ અને
પાંખમાંથી
પિચ્છ એક્ ખરતું
અચરજની આલબેલ રણઝણતી એવી કે,
અચરજની આલબેલ રણઝણતી એવી કે,
ચકલીથી
લોક રહે ડરતું
પાંખોના પોલાણે પાળેલા ફડકાને
ફાનસના અજવાળે ધરતા
સખીરી, હું પળનો
સંદર્ભ લઈ જન્મેલી વારતા !
ઘટનાનું
નામ પડે ચપટીભર સુખ પછી
અંત વિશે લાખ થતી ધારણા
ધારણાના
બંધાયેલ તોરણ રે.. લીલ્લેરા
લળી લળી
લેતા ઓવારણાં
ઓચિંતી
ઊગેલી વાયકાનું સ્તૂપ
મને, વાસ્તવમાં શાને કંડારતા ?
સખીરી, હું પળનો
સંદર્ભ લઈ જન્મેલી વારતા !
સખીરી સાત સાત અંધારા ડહોળી તળિયા વચ્ચે ઊભાં
રે .. ઝળઝળિયાં વચ્ચે ઊભાં
No comments:
Post a Comment