સખીરી,
જરાક અમથી જીદ કરી ત્યાં બહુ રીસાયો બહાવરો
અમે પીળકના ટહુકે ટહુકે સાંવરિયાને ઝંખ્યો
રે..... કાંઈ લોહી ઉકાળે ઝંખ્યો !
અળવીતરા એંધાણે અહ-તહ નખની ધારે ડંખ્યો
રે.....કાંઈ લોહી સોંસરો ડંખ્યો !
સખીરી,
લૂ ઝરતાં લોચનિયે મેં તો
કરડો આંજ્યો ઉજાગરો
સખીરી,
જરાક અમથી જીદ કરી ત્યાં બહુ રીસાયો બહાવરો
અરે અમસ્તો ખરે વાળ ત્યાં થતો ધરતીકંપ
રે.....કાંઈ લોહી વચોવચ થતો ધરતીકંપ !
એ વાતો એ રાતો ગઈ ને રહી ગયો અજંપ
રે....કાંઈ લોહી તોડતો રહી ગયો અજંપ !
સખીરી, મુઠ્ઠીમાં શ્હે
માંય સાંવરો લીલો
ધમરખ બાજરો
સખીરી,
જરાક અમથી જીદ કરી ત્યાં બહુ રીસાયો બહાવરો
No comments:
Post a Comment