Thursday, 2 August 2012

હે મિત્ર ! સંભાળો જરા !

આગ સાથે ખેલતા હે મિત્ર ! સંભાળો જરા !
સ્તંભને આલિંગતા હે મિત્ર ! સંભાળો જરા !

બાંધી રાખ્યા તે ભલે હો મેઘ કાચા તાંતણે
કિન્તુ અશ્રુ ખાળતા હે મિત્ર ! સંભાળો જરા !

તારી નસનસમાં વહે છે શું, પ્રથમ એ જાણી લે-
તથ્ય ને તળીએ જતા  હે મિત્ર ! સંભાળો જરા !

છો રહ્યા એક્ જ સમયના સહરથી ‘ને સારથી
પણ ધનુર ટંકારતા હે મિત્ર ! સંભાળો જરા !

આવ, લે  અણદીઠને  હું ઓળખું, સ્પર્શું  જરા
ક્યાં સુધી આ દૂરતા ? હે મિત્ર ! સંભાળો જરા !

No comments:

Post a Comment